Songtexte.com Drucklogo

Pa Pa Pagli Songtext
von Sonu Nigam

Pa Pa Pagli Songtext

Hmm, hmm
હો, mmm

વહાલ નો દરિયો છે તું, તું છલક તો જાય છે
લાગણી ઘેરાય છે ને તું વરસતો જાય છે
તૂટી ને હું વિખરાઉ પણ સપનાઓ તારા તૂટે નહીં
મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં

પા, પા પગલી તે કીધી ઝાહલી ને મારો હાથ
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ
પા, પા પગલી તે કીધી ઝાહલી ને મારો હાથ
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ


ઓ-ઓ-હો, મારા વાલા
ઓ-ઓ-હો, ઓ, મારા વાલા

તારું ચાલવું, તારું બોલવું, કાલું ને ઘેલું યાદ છે
મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે
તારી હર ખુશી ને સાચવી ને મન માં રાખી છે હજી
મારી જિંદગી આખી ગણી, બસ તુંજ પૂંજી છે ખરી

પા, પા પગલી તે કીધી ઝાહલી ને મારો હાથ
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ
પા, પા પગલી તે કીધી ઝાહલી ને મારો હાથ
જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ


ઓ-ઓ-હો, મારા વાલા
ઓ-ઓ-હો, ઓ, મારા વાલા
Hmm, hmm
હો, mmm

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Pa Pa Pagli« gefällt bisher niemandem.