Songtexte.com Drucklogo

Ek Patan Sherni Naar Padamani Songtext
von Asha Bhosle & Mahendra Kapoor

Ek Patan Sherni Naar Padamani Songtext

એક પાટણ શેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબીને જમણી
સુરત જાણે ચંદા પૂનમની
બીચ બજારે જાય, ભાતીગડ ચુંદલડીં લહેરાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય

એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો
સાવજડો વરતાય, નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય

રંગ માં નખરો, અરે ઢંગ માં નખરો
રંગ માં નખરો ઢંગ માં નખરો
રૂપ એવું અંગ અંગ માં નખરો
પાતળી કેડ ને ભાર જોબન નો
જીરવ્યો ના જીરવાય, ભાતીગડ ચુંદલડીં લહેરાય
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય


એક વાગડ દેશ નો બંકો જુવાનીયો
રંગ જાણે એનો લાલ ફાગણીયો
કંઠે ગરજતો જાણે શ્રાવણીયો
સાવજડો વરતાય, નજરો માં આવી એવો નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય

બંકડી મૂછો, અરે બંકડી પાઘડી
બંકડી મૂછો બંકડી પાઘડી
રંગ કસુંબલ ભરી આંખલડી
હાલતો ડોલતો ડુંગર જોઈ પરછંદ પરખાય
નજરો માં આવી ઓ નજરાય
દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય

એક પાટણ શેરની નાર પદમણી
આંખ નચાવતી ડાબીને જમણી
સુરત જાણે ચંદા પૂનમની
બીચ બજારે જાય, ભાતીગડ ચુંદલડીં લહેરાય

ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય (સાવજડો વરતાય, નજરો માં આવી એવો નજરાય)
દલડું ધબક-ધબક, ધબક-ધબક, ધબક-ધબક થાય (બીચ બજારે જાય, ભાતીગડ ચુંદલડીં લહેરાય)
ઝાંઝરીયું જમક-જમક, જમક-જમક, જમક-જમક થાય (સાવજડો વરતાય, નજરો માં આવી એવો નજરાય)
દલડું ધબક-ધબક, ધબક-ધબક

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Asha Bhosle & Mahendra Kapoor

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Ek Patan Sherni Naar Padamani« gefällt bisher niemandem.